ચૂંટણી પરિણામ અગાઉ જ EVM પર ભારે હંગામો, અમિત શાહે વિરોધ પક્ષોને પૂછ્યા 6 વેધક સવાલ
ચૂંટણી પરિણામો અગાઉ જ ઈવીએમને લઈને વિરોધ પક્ષોના તેવર કડક છે. વિપક્ષના આ વલણ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે નિશાન સાધતા 6 સવાલ પૂછ્યા છે. જેમાં વિપક્ષના આવા વલણ પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. અમિત શાહે કહ્યું, હારથી હતાશ થએલી આ 22 પાર્ટીઓ દેશની લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ઉઠાવીને વિશ્વમાં દેશ અને પોતાના લોકતંત્રની છબી ધૂળમાં મેળવી રહ્યાં છે.
નવી દિલ્હી: ચૂંટણી પરિણામો અગાઉ જ ઈવીએમને લઈને વિરોધ પક્ષોના તેવર કડક છે. વિપક્ષના આ વલણ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે નિશાન સાધતા 6 સવાલ પૂછ્યા છે. જેમાં વિપક્ષના આવા વલણ પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. અમિત શાહે કહ્યું, હારથી હતાશ થએલી આ 22 પાર્ટીઓ દેશની લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ઉઠાવીને વિશ્વમાં દેશ અને પોતાના લોકતંત્રની છબી ધૂળમાં મેળવી રહ્યાં છે.
બક્સરના અપક્ષ ઉમેદવારે પ્રેસ કોન્ફરન્સમાં જ બંદૂક ઉઠાવી લીધી, કહ્યું-'અમે ગોળી ચલાવવા તૈયાર'
હું આ તમામ પાર્ટીઓને કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું.
1. EVMની વિશ્વસનિયતા પર પ્રશ્ન ઉઠાવનારી આ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓએ ક્યારેક ને ક્યારેક તો EVM દ્વારા થયેલી ચૂંટણીઓમાં વિજય મેળવ્યાં છે. જો તેમને EVM પર વિશ્વાસ નથી તો આ પક્ષોએ ચૂંટણી જીત્યા બાદ સત્તાની કમાન કેમ સંભાળી?
2. દેશની સર્વોચ્ચ કોર્ટે 3થી વધુ PILને ધ્યાનમાં લીધા બાદ ચૂંટણી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જેમાં દરેક વિધાનસભા વિસ્તારમાં પાંચ VVPATને ગણવાના આદેશ આપ્યા છે. તો શું તમે લોકો સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર પણ પ્રશ્નાર્થ ચિન્હ લગાવી રહ્યાં છો?
3. મતગણતરીના માત્ર બે દિવસ પહેલા 22 વિરોધ પક્ષો દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પરિવર્તનમાં માગણી પૂરેપૂરી ગેરબંધારણીય છે. કારણ કે આ પ્રકારના કોઈ પણ નિર્ણય તમામ પક્ષોની સર્વસંમતિ વગર શક્ય નથી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...